ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના: ગુજરાતની જનતા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. આમાંથી એક યોજના શ્રમિકો માટે ઉદ્યોગિક શ્રમયોગી ભારત વિભાગમાંથી ભારત સરકારના ગ્રીન ઇન્ડિયા મિશનમાં ભાગીદારી કરે તેમજ કાર્બન પ્રદૂષણમાં મુખ્ય જન્મ ઘટાડો કરે તે માટે બેટરી વડે ચાલતા ઈલેક્ટ્રીક ટુ-વિલર વાહન ની ખરીદીમાં પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણમાં ઘટાડો આવે તે માટે ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના દ્વારા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ચાલો આ લેખ દ્વારા ગુજરાત ગો ગ્રીન યોજના ની માહિતી જોયુ કે યોજનામાં લાભો આ યોજનાનો હેતુ આ યોજના માટે કેવી રીતે કરવી આ યોજના વડે મળવા પાત્ર રકમ, પાત્રતા અને યોજના માટે કેવી રીતે અરજી કરવી તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.
ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના ના લાભો
બાંધકામ શ્રમિક: બેટરી દ્વારા ચાલતી ટુ વ્હીલર ની EX- શોરૂમ કિંમત ના 50% અથવા રૂપિયા 30,000 આ બંનેમાંથી જે પણ ઓછું હોય તે મળવા પાત્ર છે તેમજ આરટીઓ નો રજીસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સ માટે પણ એક વખત સબસીડી મળવાપાત્ર છે.
ઔદ્યોગિક શ્રમિકો: બેટરી વડે ચાલતી ટુ વ્હીલર ની EX- શોરૂમ કિંમત ના ૩૦ ટકા અથવા રૂપિયા 30,000 આ બંનેમાંથી જે પણ ઓછું હશે તે સબસીડી પેટે ચૂકવવામાં આવશે તેમજ આરટીઓ રજીસ્ટ્રેશન નો ચાર્જ અને રોડ ટેક્સ માટે પણ એક વખત સબસીડી મળવા પાત્ર છે.
ITI વિદ્યાર્થી માટે: બેટરી વડે ચાલતા ટુ વ્હીલર ની ખરીદી મા રૂપિયા 12000 સબસીડી પેટે મળવાપાત્ર છે . આ મળવા પાત્ર સબસીડી ટુ વ્હીલર નો વેચાણ થયા બાદ ટુવિલર વિક્રેતા ના ખાતામાં જમા થઈ જશે.
ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના ના ઉદ્દેશ્યો
- બેટરી વડે ચાલતા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ના ઉપયોગને પ્રોત્સાહન આપવું.
- પરંપરાગત વાહનોમાંથી ઉત્સર્જન થતા કાર્બન વાયુ નું પ્રદૂષણમાં ઘટાડો કરવો.
- પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતા ટુ વ્હીલર ની સંખ્યામાં ઘટાડો કરવો.
- બાંધકામ શ્રમિકો ઔદ્યોગિક શ્રમિકો અને વિદ્યાર્થીઓને ભારત સરકાર ગ્રીન ઇન્ડિયા મિશનમાં ભાગીદાર બનાવવા.
- વાતાવરણમાંથી પ્રદૂષણમાં ઘટાડો કરવા.
યોજના વડે ટુ વ્હીલર ની ખરીદી પર મળવાપાત્ર રકમ
ગુજરાત રાજ્ય ને પ્રદૂષણ મુક્ત કરવા તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા શ્રમિકોને પરિવહન માં સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા ગો ગ્રીન શ્રમિક યોજના ની રચના કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સંગઠિત , બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી અને આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ની ખરીદી માટે નક્કી કરાયેલી માત્રામાં નાણાકીય રૂપે સબસીડી સહાય કરવામાં આવે છે. આ સબસીડી ની રકમ ટુ વ્હીલર ખરીદી પર 30% થી 50% અથવા ₹30,000 અથવા રૂપિયા 12000 સુધીની સહાય આપવામાં આવે છે.
ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના ના નિયમો
- F.A.M.E (Faster Adoption and Manufacturing of Electric Vehicles ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) અને G.E.D.A (Gujarat Energy Development Agency ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી) દ્વારા માન્ય ઈલેક્ટ્રીક ટુવિલર વિક્રેતા તેમજ અધિકૃત ટુ વ્હીલર ના મોડલ પર જ સબસીડી મળવા પાત્ર છે.
- ભારતના પાડોશી દેશો એટલે કે જમીન સરહદના સંબંધો ધરાવતા દેશો (નેપાળ,મ્યાનમાર, બાંગ્લાદેશ ને બાદ કરતા) ના ટુ-વીલર વિક્રેતા આ યોજના હેઠળ માન્ય ગણાશે નહીં.
- ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં નિર્માણ પામેલા ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પરજ સબસીડી મળવા પાત્ર છે.
- એક વખત ચાર્જિંગ કરાયા બાદ ટુવિલર ઓછામાં ઓછું 50 કિલોમીટર ચાલી શકે તેમજ મુખ્યમ બેટરી વાળા હાઈ સ્પીડ ટુ વ્હીલર પર જ સબસીડી મળવા પાત્ર છે.
- મોટર વિહીકલ એક્ટ ની માન્યતા ધરાવતા ટુ ટુવિલર પર આ સબસીડી મળવા પાત્ર છે.
ગો ગ્રીન યોજના માટે કેવી રીતે અરજી કરવી?
આ યોજનામાં અરજી કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
- સૌપ્રથમ આ યોજનાના સત્તાવાર વેબસાઈટ ના હોમ પેજ (https://gogreenglwb.gujarat.gov.in/) પર વિઝીટ કરવાની છે. હોમ પેજ ની લીંક આ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
- હોમપેજ ઓપન કરાયા બાદ જમણી બાજુના ભાગમાં લોગીન કરવાના ઓપ્શનની નીચે પ્લીઝ રજીસ્ટર ઈયર (Please Register Here!) નો ઓપ્શન તમારી સમક્ષ દેખાશે. તેના પર ક્લિક કરો.
- રજીસ્ટરના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ નીચે દર્શાવેલા ફોટા પ્રમાણે એક પેજ ઓપન થાય છે જેમાં તમારી માહિતી જેવી કે નામ, મોબાઈલ મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર તમારી જન્મ તારીખ ઇ-મેલ આઇડી અને પાસવર્ડ વિશેની માહિતી દાખલ કરવાની રહેશે ( પાસવર્ડ તમારી પસંદગી મુજબ દાખલ કરી શકો છો જેની યાદ રાખવો જરૂરી છે)
- રજીસ્ટ્રેશન કરાયા બાદ યુઝર આઇડી અને તમારા દ્વારા દાખલ કરાયેલા પાસવર્ડની મદદથી લોગીન કરવાનું રહેશે.
- login કરાયા બાદ આ યોજના માટેનું ફોર્મ તમારી સમક્ષ આવશે. ફોર્મમાં માંગેલી તમામ માહિતી દાખલ કરો.
- માહિતી દાખલ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી દો. અહીં તમારી ગો ગ્રીન યોજના ની અરજી સફળતાપૂર્વક ભરાઈ ગઈ છે.
ગો ગ્રીન યોજના ની મહત્વ ની વેબસાઈટ લીંક
યોજનાની સત્તાવાર વેબસાઈટ (હોમપેજ) | ક્લિક કરો |
અરજી કરવા માટે | ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |