Free Cycle Yojana 2024 (ફ્રી સાયકલ સહાય યોજના) : જે કોઈપણ મજુર ભાઈઓ પાસે મનરેગા અથવા લેબર કાર્ડ છે તેમને મનરેગા ફ્રી સાયકલ યોજના હેઠળ તદ્દન મફતમાં સાયકલ આપવામાં આવે છે. જો તમે પણ કોઈપણ શ્રમ અથવા લેબર વર્ક કરતા હોય તો મનરેગા કાર્ડ હેઠળ તમને ફ્રી સાયકલ મળી શકે છે. તો ચાલો આ ફ્રી સહાય સાયકલ યોજના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. જેમકે આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અરજી કરનારની પાત્રતા તેમજ કેવી રીતે આ યોજનામાં અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી આપણે આ લેખમાં ચર્ચા કરીશું માટે આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. તેમજ જરૂરી લેબર મિત્રો ને પણ આ લેખ તમારા whatsapp દ્વારા શેર કરવા વિનંતી.
Free Cycle Sahay Yojana 2024 | ફ્રી સાયકલ સહાય યોજના ની માહિતી
યોજનાનું નામ | મનરેગા ફ્રી સાયકલ સહાય યોજના |
યોજના ની શરૂઆત નું વર્ષ | 2024 |
યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય | કામદારોને મફત સાયકલ આપવી |
યોજનાના લાભાર્થી | ગરીબ અથવા આર્થિક રીતે નબળા પછાત માણસો |
યોજના નો લાભ | સાયકલ ખરીદવા માટે ₹2700 થી ₹4000 ની ગ્રાન્ટ |
ઓફિશ્યિલ વેબસાઇટ | nrega.nic.in or https://glwb.gujarat.gov.in/ |
whatsapp ગ્રુપ જોઈન કરો | અહીં ક્લિક કરો |
ફ્રી સાયકલ સહાય યોજનાનો ઉદ્દેશ
આ ફ્રી સાયકલ સહાય યોજના નો મુખ્ય ઉદ્દેશ દેશના ગરીબ તેમજ લેબર વર્ક અથવા મજૂરી કામ કરતા ભાઈઓ માટે ટૂંકા અંતરના મુસાફરી માટે મફતમાં સાયકલ આપવાનો છે. જેથી કરીને જે તે સમયસર કામ પર પહોંચી શકે અને વાહન વ્યવહારના ભાડાના ખર્ચથી મુક્તિ મેળવી શકે . જેથી ભારત સરકાર અને ગુજરાત સરકારે આ મનરેગા ફ્રી સાયકલ સહાય યોજના હેઠળ મફત સાયકલ આપીને મજૂર ભાઈઓ અથવા લેબર વર્ક કરતા કામદારોને પ્રોત્સાહન આપી તેમની આવકમાં વધારો કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે
આ સાયકલ સહાય યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત સરકાર શ્રમ વર્ક અથવા લેબર વર્ક કરતા મજૂર ભાઈઓને ફ્રી સાયકલ આપી રહી છે અથવા સાયકલ લેવા માટે નાણાંની સહાય આપી રહી છે. યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 4 લાખ કામદારોને Free Cycle આપવામાં આવશે જેથી કામદારોની ગતિશીલતા અને આજીવિકામાં સુધારો કરી શકાય. Free Cycle Yojana 2024 ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કામદારોને સાયકલની ખરીદી માટે અંદાજે ₹3000 થી ₹4000 ની આર્થિક રીતે સહાય આપવામાં આવશે. જેથી કારીગર ભાઈઓને તેમના કાર્ય સ્થળ પહોંચવામાં સુગમતા રહેશે.
ફ્રી સાયકલ સહાય યોજના અરજી માટે પાત્રતા માપદંડ
- અરજી કરનાર મજુરભાઈ ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ.
- અરજદાર પાસે લેબર કાર્ડ ( મનરેગા) હોવું જરૂરી છે.
- મનરેગા કાર્ડ અરજી કરતા પહેલા 90 દિવસ જૂનું હોવું જરૂરી છે.
- મનરેગા જોબ કાર્ડ ધારક હોવો જોઈએ તમે તેના દ્વારા પણ અરજી કરી શકો છો.
- અરજદાર કોઈપણ પ્રકારના ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતો ન હોવો જોઈએ.
- આ સહાય યોજનામાં અરજી કરનાર અરજદાર છ મહિનાથી લેબરકામ સાથે જોડાયેલો હોવો જોઈએ.
Manrega Free Cycle sahay Yojana 2024 માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- ઓળખપત્ર
- ચૂંટણી કાર્ડ (મતદાર ઓળખ કાર્ડ)
- મનરેગા જોબ કાર્ડ અથવા લેબર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક પાસબુક
- ઓળખપત્ર (રોજગારનો પુરાવો)
ફ્રી સાયકલ સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- આ મનરેગા ફ્રી સાયકલ સહાય યોજનામાં અરજી કરવા માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે પ્રોસેસ કરવા માટે નીચે મુજબના પગલાનું પાલન કરો.
- સૌપ્રથમ આ યોજનામાં અરજી કરવા માટે આ https://nrega.nic.in/ or https://glwb.gujarat.gov.in/ વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરો. આ વેબસાઈટ માંથી ફ્રી સાયકલ સહાય યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કઢાવી લો.
- પ્રિન્ટ આઉટ થઈ ગયા પછી ફોર્મમાં માંગેલી તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરી દો. તેમજ ફોર્મમાં માંગેલા તમામ જરૂરી દસ્તાવેજો એટેચ કરો તેમજ તમારા અંગૂઠા નું નિશાન તેમજ તમારી સહી નો નમુનો ફોર્મમાં કરો.
- ત્યારબાદ આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો તમારી નજીકના મનરેગા લેબર ઓફિસમાં જઈને આ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે
- ત્યારબાદ આ યોજનાને લગતા સંબંધીત અધિકારીઓ તમારા એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરશે.
- જો તમે આ યોજના માટે પાત્રતા માં ખરા ઉતરો છો તો તમને આ યોજનાના લાભાર્થીની યાદીમાં સામેલ કરવામાં આવશે
- આ બધા પગલાનું પાલન કર્યા પછી અહીં તમારી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
Important Link
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવ | અહીં ક્લિક કરો |
facebook પેજ લાઈક કરવા | અહીં ક્લિક કરો |
Instagram પેજ ફોલો કરવા | અહીં ક્લિક કરો |