જાણો પૈસા ક્યાં બને? ક્યાં બચાવવા અને કેવી રીતે ખર્ચ કરવા? કેવી રીતે રોકાણ કરવું?

માણસોજિંદગીના કિંમતી વર્ષો માત્ર ઊંધુ ઘાલીને કમાણી અને આડેધડ ખર્ચાઓ કરવામાં જ વેડફી નાંખે છે
પૈસો ક્યાં બને, ક્યાં બચે અને ક્યાં ખર્ચાય તેતી ખબર રાખો

કમાણી-બચત-મૂડીરોકાણ અને ખર્ચનું ક્રમબદ્ધ આયોજન યોગ્ય રીતે કરેલું હોય તો જીવનમાં ભાગ્યે જ આર્થિક ભીંસ પડે. નવી નવી રોજગારીની તક મેળવનારા યુવા વર્ગને પૂછો કે બચતનું કોઇ પ્લાનિંગ કર્યું છે. તો મોટાભાગના કહેશે કે, હજી તો રૂપિયા હાથમાં આવતાં થયા છે. અત્યારે તો પૈસા કમાવ, વાપરો અને મોજ કરો. તે જ રીતે ૫૦-૫૫ની ઉંમરે પહોંચેલા માણસને આવો સવાલ પૂછો કે કેટલાં વર્ષે નિવૃત્તિનું પ્લાનિંગ છે. તો મોટાભાગના લોકો એકજ જવાબ આપે કે, બચત અને આવકના કોઇ ઠેકાણાં નથી! ૬૦ સુધી તો શક્ય જ નથી. નિવૃત્તિમાં આવક અને અન્ય આર્થિક જરૂરિયાત સંતોષી શકાય તેવું મૂડીરોકાણ આયોજન કર્યા સિવાય માણસો જિંદગીના કિંમતી વર્ષો માત્ર ઊંધુ ઘાલીને કમાણી અને આડેધડ ખર્ચાઓ કરવામાં જ વેડફી નાંખે છે.

• કેટલાંક માણસો માત્ર પૈસા કમાઇ શકે છે

• કેટલાંક માણસો માત્ર પૈસા ખર્ચી શકે છે

• કેટલાંક માણસો માત્ર પૈસા બચાવી શકે છે

• બહુ ઓછાં કમાઇને ખર્ચવા ઉપરાંત પૈસા બનાવી પણ શકે છે

આવકમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા બચતનો આગ્રહ રાખો

પૈસો ક્યાં બને ?

ખર્ચાઓ ઉપર યોગ્ય રીતે કાપ મૂકીને બચાવેલી મૂડી પણ એક જાતની કમાણી જ છે. આવી બચતનું યોગ્ય સ્રોતમાં કરેલું મૂડીરોકાણ પૈસો બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. નાની મૂડીથી બચત અને બચતમાંથી સલામત મૂડીરોકાણની શરૂઆત કરી હોય તો લાંબા ગાળે ચોક્કસ પૈસો બનાવી શકાય છે. શરૂઆત બેન્ક એફડી. વીમો, ઘરનું ઘર, સોના-ચાંદી અને મ્યુચ્યુઅલ ફંડથી કરો અને છેલ્લે ઇક્વિટી અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળાના મૂડીરોકાણની વ્યૂહરચના અપનાવો.

પૈસો ક્યાં બચે ?

પૈસા કમાવાની સાથે બચાવવાને પણ પ્રાયોરિટી આપો. બચાવેલો પૈસો પણ પૈસા કમાવી આપે છે. બચતનો અર્થ સાવ એવો નથી કે વાપર્યા સિવાય તિજોરી કે બેન્કમાં મૂકી દેવાના અને જરૂરિયાતો ઊભી જ રાખવાની. ઘણાં માણસો આખી જિંદગી માત્ર પૈસા કમાવા અને બચાવવા પાછળ જ ખર્ચી નાખે છે. આને કરકસર નહિં કંજૂસાઇ કહેવાય. આવા રોકાણકારોની મૂડી વારસદારો જ વાપરતા હોય છે! બચત કરવા માટે જરૂરિયાતોને પહેલા સમજવાની અને પછી અમલમાં મૂકવાની જરૂર હોય છે. સંખ્યાબંધ બિનજરૂરી ખર્ચાઓ ઉપર કાબૂ રાખીને ખાસ્સી બચત કરી શકાય છે. આવી બચત જ પૈસૌ બનાવવામાં મદદરૂપ થતી હોય છે.

પૈસા ક્યાં ખર્ચાય?

સંખ્યાબંધ કિસ્સાઓમાં જોવા મળતું હશે કે, મકાનની જરૂરિયાત સામે લક્ઝુરિયસ કાર-ચીજ વસ્તુઓ ખરીદાય છે. બાળકોની ફી જેવી મહત્વની ચૂકવણીઓ બાકી રહી જાય અને સ્માર્ટફોન-લેપટોપ-કમ્પ્યૂટરની ખરીદી પહેલાં થઇ જતી હોય છે. પહેલા આવશ્યક ખર્ચાઓ અને ખર્ચશક્તિની યાદી બનાવીને પ્રાથમિકતા મુજબ કરેલા ખર્ચાઓ આર્થિક સંકટમાંથી બચાવી શકે છે.

મૂડીરોકાણ એક્શન પ્લાન

કમાણી-ખર્ચની ખબર રાખો. પરીવાર સાથે બેસીને કમાણીમાંથી ચોક્કસ હિસ્સો મૂડીરોકાણ માટે અલગ તારવીને પછી જ ખર્ચનું બજેટ બનાવો.

ધ્યેયને વળગી રહો । મૂડીરોકાણની રકમ નક્કી કર્યા પછી તેને વળગી રહો. કમાણી વધતી જાય તેમ બચત અને મૂડીરોકાણનો હિસ્સો વધારતા જાવ.

બચત- રોકાણની વહેલી શરૂઆત 1 થોડી રકમ ભેગી થાય પછી મૂડીરોકાણ કરીશું તેવી નીતિને બદલે જે હોય તેમાંથી જ શરૂઆત કરી દો.

નિયમિતતા જાળવો । શરૂઆત કર્યા પછી અટક્યા સિવાય સતત બચત મૂડીરોકાણ કરતાં રહો.

સમજદારીપૂર્વક નિર્ણય લો | આડેધડ અને બીજાનું અનુકરણ કરવાના બદલે થોડો અભ્યાસ કેળવો અને સલાહકારનો સંપર્ક સાધો.

ધ્યેય ઉપર સતત તજર । કમાણી વધે તેમ મૂડીરોકાણ માટેનો હિસ્સો પણ વધારતાં રહો. તેનાથી નિવૃત્તિ ફંડ વહેલું રચાશે. કેટલો પૈસો રિટાયરમેન્ટ માટે જોઇશે તેનું કેલ્ક્યુલેશન કરતાં રહો.

પહેલું સુખ તે જાતે નર્યા । પોતાની અને પરીવારની સલામતી માટેનું સાધન પહેલા તૈયાર કરો જેથી તમારી કે તમારી કમાણીની ગેરહાજરી નડે નહિં.

નિષ્ણાતની સલાહ લો । તમારી પાસે સમય, નોલેજ કે અનુભવની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. તેથી નિષ્ણાતની સલાહ લેવાનો આગ્રહ રાખો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો