બે વસ્તુ જો તમે સમજી ગયા તો સમજો કે તમારી બધી સમસ્યાનો સમાધાન થઈ ગયું.

યતસૌી પ્રાપ્યતેસ્થાનમતતયોગઃ અપિ ગમ્મતે એમ સાખ્યું ય યોગમ ય યા પતિ સઃ પતિઃ

અર્થ : જે જાણે છે કે જે સ્વાન સંન્યાસ વર્ડ પ્રાપ્ત કરી શકાય છે તે જ સ્થાન ભક્તિપૂર્વક કરેલાં કર્મથી પણ પ્રાપ્ત થઇ શકે છે અને તેથી જે કર્મયોગ તથા સંન્યાસ માર્ગને એક તરીકે જુએ છે તે યથાર્થ રીતે જુએ છે.

અહીં એમ લાગે છે કે જ્ઞાનયોગ શું છે તે જરા સમજી લઇએ. જ્ઞાનયોગ એટલે ઈશ્વર શું છે? તેનું સ્વરૂપ કેવું છે? તે ક્યાં વસે છે? તે નિરાકાર છે કે સાકાર? તેને કઈ રીતે પામી શકાય? આત્મા શું છે? આત્માનાં લાણો કયાં છે તે ક્યાંથી આવે છે અને કાં જાય છે જે આ બધા પ્રશ્નો જ્ઞાનયોગમાં સમાવિષ્ટ છે. આ બધાનો ઉત્તર જાણી શકીએ તો આપણને જ્ઞાનયોગ થઇ ગયો એમ કહેવાય. ભગવાને બીજા અધ્યાયમાં શ્લોક ૧૧થી ૩માં આ બધી બાબતો સમજાવી છે. કર્મયોગ એટલે નિષ્કામ કર્મ કરવું તે. કર્મયોગની સમજણ ભગવાને અર્જુનને અર્થાત્ આપણને બીજા અધ્યાયના શ્લોક ૩૯થી ૫૩માં આપી છે. કર્મ કઈ રીતે કરવું કેવી ભાવનાથી કરવું તે પણ તેમાં સમજાવ્યું છે. જે જ્ઞાનયોગને બરાબર રીતે સમજી જાય તે જ સંન્યાસી બની શકે, તે જે સંન્યાસ માર્ગને અપનાવી શકે. ઇર્ષ્યા ત્યજવી અને ફળની અપેક્ષા વિના કર્મ કરવું તે ત્યારે જ શક્ય બને જો તે વ્યક્તિ પૂરીપૂરી જ્ઞાની હોય! ઈશ્વર અને આત્માને સમજી ગયેલો હોય. આમ, સંન્યાસપણું જેને જ્ઞાનયોગ સાધ્ય હોય તેને જ આવે અને જ્ઞાનયોગ સાધ્ય થયો હોય તે જ નિષ્કામ કર્મ કરી શકે. નિષ્કામ કર્મ એટલે જ કર્મયોગ છેવટે તો સંન્યાસપણુ, જ્ઞાનયોગ અને કર્મયોગ આ બધું વ્યક્તિની ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની અલગ ગો તો અલગ અને સંયુકત ગણો તો સંયુક્ત પ્રક્રિયાઓ જ છે. સંન્યાસ માર્ગ અને કર્મયોગ બંનેને એક જ ગણવા તે જ યધાર્ય છે તેમ ભગવાને જ સમજાવેલું છે.

સંન્યાસઃ તુ મહાબાહોદુઃખમઆખુયઅયોગતઃ । યોગયુક્તા મુનિ બ્રા નયિણઅધિગચ્છતિ

અર્થ : હે અર્જુન! કર્મયોગ સિવાય સંન્યાસ માર્ગ લેવો તે ખરેખર ઘણો દુખઃમય માર્ગ છે. કર્મયોગ યુક્તમુનિ (સંન્યાસી) જ બ્રહ્મને ટૂંકા સમયમાં મેળવી શકે છે.

જુઓ, પાંચમા શ્લોકમાં આપણે જે સમજ્યા કે સંન્યાસ માર્ગ અને કર્મયોગ બંનેને સંયુક્ત ગણવા જ ચચાર્ય છે તે જ બાબત ભગવાન અહીં વધારે મજબૂત કરે છે. ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે કર્મયોગ અર્થાત્ નિષ્કામ કર્મનો માર્ગ લીધા વિના સંન્યાસ માર્ગ લઇ શકાતો જ નથી, તેમ કરવા જતાં વ્યક્તિને ઘણું બધું દુઃખ, પીડા ભોગવવાનાં આવે છે. અરે, આમાં તો એમ પણ કહી શકાય કે આ બંને બાબતો એકબીજા ઉપર આધારિત છે. સંન્યાસી થવા માટે ઇખ્યાં ત્યાગવાની છે, ફળની આશા વિના કર્મ કરવાનું છે તો પછી કર્મયોગ વિના સંન્યાસી ધવાય જ કઈ રીતે ? તેમ છતાં આજના યુગમાં કેટલાક અજ્ઞાની પોતે જ્ઞાની છે, પોતે જ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવી શકે તેમ છે તેવું કહીને મોટા સંત બની બેસે છે અને નિર્દોષ ભોળી તેમ જ અંધશ્રઢાવાળી પ્રજા તેમના દ્વારા આર્થિક માનસિક અને શારીરિક રીતે લૂંટી લેવાય છે તો આવા સંન્યાસીથી દૂર રહેવાની સમજ પણ ભગવદ ગીતા આપણને આપે છે.

આમ, ગીતામાં ઘણું ગુહ્ય જ્ઞાન ભગવાને આપેલું છે જેનું રસપાન પરમ જ્ઞાની મનુષ્ય જ કરાવી શકે છે અધવા તો વ્યક્તિ પોતે પણ પ્રયત્ન કરીને તે સમજી શકે છે.