જાણો મેસી અને રોનાલ્ડો માંથી કોણ આગળ છે? રોનાલ્ડોની 200 ઇન્ટરનેશનલ મેચ પૂરી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત.

રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 123મો ગોલ નોંધાવ્યો

ઇન્ટરનેશનલ ફૂટબોલમાં રોનાલ્ડો હાઇએસ્ટ મેચ રમનાર પ્રથમ ખેલાડી છે

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૨૦૦ ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ મેન્સ ખેલાડી બનવાની સિદ્ધિને ૮૯મી મિનિટે ગોલ કરીને ઊજવી હતી. તેના ગોલ વડે પોર્ટુગલે યૂરો ક્વોલિફાયર ૨૦૨૪ની લીગ મેચમાં આઇસલેન્ડને ૧-૦થી પરાજય આપ્યો હતો. ડેબ્યૂ કર્યાના લગભગ ૨૦ વર્ષ બાદ પોર્ટુગલ માટે ૨૦૦મી મેચ રમવા રોનાલ્ડો મેદાનમાં ઊતરે તે પહેલાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેને વિશેષ મોમેન્ટોથી સન્માનિત કર્યો હતો. રોનાલ્ડોના ગોલ વડે પોર્ટુગલે ગ્રૂપ-જેમાં ચારેય મેચ જીતીને યૂરો કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

એર્લિંગ હાલેન્ડના બે ગોલ વડે નોર્વેએ સાયપ્રસને ૩-૧થી પરાજય આપ્યો હતો. રોમેલુ લુકાકુના બે ગોલની મદદથી બેલ્જિયમને કોઈ પણ મુશ્કેલી વિના એસ્ટોનિયાને ૩-૦થી હરાવ્યું હતું. પોલેન્ડે બે ગોલની સરસાઈ મેળવ્યા બાદ માલ્ડોવા સામે ૨-૩થી પરાજયનો સામનો કર્યો હતો. રોનાલ્ડોએ પોર્ટુગલ માટે પોતાનો ૧૨૩મો ઇન્ટરનેશનલ ગોલ નોંધાવ્યો હતો. તેણે ગોન્ઝાલો ઇસાનિયોએ હેડર દ્વારા પાસ કરેલા બોલને ગોલ પોસ્ટમાં મોકલી આપ્યો હતો. સ્લોવાકિયાએ લિચટેનસ્ટીનને ૧-૦થી હરાવ્યું હતું. યૂરો ૨૦૨૪ની યજમાન જર્મનીને કોલંબિયા સામે ૨-૦થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

 

Lionel messi and cristiano ronaldo
Source: goal

મેસ્સી કરતાં રોનાલ્ડો ઘણો આગળ છે

સર્વાધિક મેચ રમવાના મામલે રોનાલ્ડો બાદ બીજા ક્રમે કુવૈતનો બદર અલ મુતાવા છે જેણે ૧૯૬ મેચ રમી છે. આર્જેન્ટિનાનો લાયોનલ મેસ્સી ૧૭૫ મેચ સાથે યાદીમાં ૧૧મા ક્રમે છે. ભારતના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રીએ ૧૩૭ ઇન્ટરનેશનલ મેચ રમી છે. ઇન્ટરનેશનલ ગોલના મામલે રોનાલ્ડો બાદ ઇરાનનો ભૂતપૂર્વ ફૂટબોલર અલી ડેઇ ૧૪૮ મેચમાં ૧૦૯ સાથે બીજા ક્રમે છે.

Lionel messi and cristiano ronaldo stats
Source: Messi vs Ronaldo