ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | How to Download election card online?: હેલો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને તમારા બધા જ પાસે ચૂંટણી કાર્ડ હશે અને ન હોય તો બનાવવા પણ જરૂરી છે. કેમ કે લોકશાહીના આ પર્વમાં આપણા દેશમાં મોટામાં મોટું દાન તો કે મતદાન કહેવામાં આવે છે. અને મતદાન કરવા માટે ચૂંટણીકાર્ડની અવશ્ય જરૂર પડે છે. તો આજના મારા આર્ટિકલમાં ચૂંટણીકાર્ડ રીતે ડાઉનલોડ કરવું અને ક્યાંથી ડાઉનલોડ કરવું એ જણાવવા માગું છું. તો છેલ્લે સુધી મારા આ બ્લોગ અથવા તો આર્ટિકલ સાથે જોડાયેલા રહેજો.
ચૂંટણી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું? | How to Download election card online?
– ચૂંટણી કાર્ડ ડાઉનલોડ એવા લોકો જ કરી શકે જે લોકોનો મોબાઈલ નંબર ચૂંટણીકાર્ડ માં રજીસ્ટર હોય. ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું જેની તમને હું ચાલો વિગતવાર માહિતી આપુ. જે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ છે.
1. ચૂંટણી કાર્ડ ઓનલાઇન જોવા માટે સર્વપ્રથમ “Google Search Engine” માં જવું પડશે.
2. “Google Search Engine” માં જઈને ચૂંટણી કાર્ડ માટેની વેબસાઈટ નું નામ લખવાનું રહેશે, જેનું નામ છે. NVSP (National Voter’s Service Portal)
https://www.nvsp.in/
3. જો તમે તમારું નામ પહેલાથી જ “Register” કરાવેલું હોય તો “Login” પર જવાનું રહેશે, જો તમે તમારું નામ અગાઉ “Register” કરાવેલ ન હોય તો સૌપ્રથમ “Register” કરાવવાનું રહેશે ત્યારબાદ “Login” કરવાનું રહેશે.
4. જેવું લોગીન કરશો એટલે એક પેજ બતાવશે જેમાં તમારે “Download e-EPIC” બટન પર ક્લિક કરવાનું રહેશે.
5. “Download e-EPIC” બટન પર ક્લિક કર્યા પછી તમને બે વિકલ્પ જોવા મળશે. જેમાં “EPIC no.” અથવા “Form Reference no.” નાખવાનો રહેશે ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરીને “Search” બટન પર ક્લિક કરવાનું રહેશે.
6. “Search” બટન પર ક્લિક કર્યા પછી તમને તમારી ડિટેલ જોવા મળશે જેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નંબર જોવા મળશે અને સાથે એક “Send OTP” નું પણ બટન જોવા મળશે.
7. “Send OTP” બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક OTP(મેસેજ) આવશે જે તમારે “Enter OTP” ની જગ્યાએ નાખવાનો રહેશે.
8. “Enter OTP” બટન પર કર્યા બાદ “OTP Verification done successfully” એવું લખાઈને આવી જશે જો ઓટીપી સાચો હશે તો. પછી તમારે નીચે આપેલા “captcha code” ને ભરવા પડશે પછી “Download e-Epic” પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારા મોબાઈલ માં તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ “PDF” માં થઈ જશે .
* આશા રાખું છું આ આર્ટિકલ વાંચીને તમને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું જે તમને ખબર પડી ગઈ હશે. તો આવી જાણવાલાયક રસપ્રદ માહિતી આગળ તમારે જોતી હોય તો મારા સાથે જોડાયેલા રહેશો.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ માહિતી
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
રેજીસ્ટ્રેશન લિંક | અહીં ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |